મોરબી : રાજપૂત જ્ઞાતિ વિષે અભદ્ર ભાષાવાળો વિડિઓ બનાવનાર સામે ફરિયાદ

- text


મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા દ્વારા સોસિયલ મીડિયામાં જાડેજા-રાજપુત જ્ઞાતિ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ઓમ યાદવ વિરુદ્ધ ગઈકાલે સાયબર ક્રાઈમ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદાનું ભાન કરાવવા મોરબી જિલ્લા પોલીસને લેખિત અરજી કરવામાં આવેલ છે.

- text

પ્રતાપસિંહ જાડેજાએ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર સોસીયલ મીડિયામાં ઓમ યાદવ તરીકે પોતાને ઓળખાવનાર ઉત્તરપ્રદેશના શખ્સે ગુજરાતના ‘જાડેજા’ અટકધારી રાજવંશીઓની રાજપૂત જ્ઞાતિ વિરુદ્ધ બેફામ બિભસ્ત શબ્દોનો ઉપયોગ કરીને વિડિઓ યુટ્યુબ પર જાહેર કરેલ છે. તેમજ તેમાં જાડેજા વંશના ઇતિહાસને જાણ્યા વિના તેઓ મુસ્લિમ વંશજ હોવાની ઉશ્કેરણીજનક વાત કરી હોવાથી તેનો ઈરાદો બંને સમાજ વચ્ચે કોમી વૈમનયસ્ય ફેલાવવાનો હોય તેવું જણાય રહ્યું છે. જેથી, સમગ્ર ક્ષત્રીય-રાજપૂત તથા જાડેજા વંશજોની લાગણી દુભાઈ છે. આથી, આવો વિડિઓ વાયરલ કરનાર ઓમ યાદવ સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ફોજદારી રાહે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ વિડિઓ સોસીયલ મીડિયા પરથી હટાવવા માંગ કરેલ છે.

- text