મોરબી : ટ્રાફિક જવાનોએ રૂ. 15 હજારનો મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી

- text


મોરબી : હાલ મોરબીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અનેક મેડિકલ, પોલીસ સહીત અનેક કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકડાઉનનો કડકપણે અમલ થાય તે માટે ટ્રાફિક જવાનો પણ ઉનાળાના તાપમાં ખડેપગે પોતાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાફિક જવાનોએ રૂ. 15,200નો મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

- text

મોરબીના નગર દરવાજા ચોક પાસે ફરજ નિભાવી રહેલા ટ્રાફિક પોલીસ રોશનબેન, મીનાબેન તથા સચીનભાઈને અંદાજે રૂ. 15,200ની કિંમતનો મોબાઈલ રસ્તા પરથી મળી આવ્યો હતો. તેઓએ મોબાઈલના મૂળ માલિકની શોધખોળ કરી શનાળા રોડ પર આંબાવાડીમાં રહેતા મનહરભાઈ શિવાભાઈ ચાવડાને નિઃસ્વાર્થ ભાવે મોબાઈલ પરત કર્યો હતો. આમ, ટ્રાફિક જવાનોએ પ્રામાણિકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

- text