વાંકાનેરમાં પ્રાંત અધિકારી દ્વારા સોશિયલ ડિસ્ટન્સની કડક અમલવારી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગઇકાલે લોકડાઉન હોવાં છતાં જાહેર જનતા દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો અને જાહેર નામાંના ધજીયા ઉલાળતો હોય તેવો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જે સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું ત્યારે ગઇકાલે વાંકાનેર પ્રાંત અધિકારી એન. એફ. વસાવા માર્કેટ ચોક ખાતે પહોંચ્યા હતા અને ૨ કલાક જેટલો ખરા તડકે પડાવ નાખી લોકોમાં નિયમોનું કડક પાલન થાય તે માટે કડક કાર્યવાહી કરી હતી. જાહેરનામાં ભંગ અને ગાઈડ લાઈન ભંગ કરતાં ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ઉપરાંત વાંકાનેર સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. પી.સી. મોલિયા તેમજ પોલીસ જવાનો સાથે રહ્યા હતા.

- text

જેમાં બાઈકમાં એક કરતાં વધુ સવારી વાળાઓના બાઇક જપ્ત કરેલ તેમજ બિનજરૂરી બહાર નીકળતા લોકોને કડક સુચના આપવામાં આવેલ તેમજ વાંકાનેર શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ બ્લોક કરી નેશનલ હાઈવે ખાતે ચેકપોસ્ટ બનાવી શહેરમાં પ્રવેશતા તમામ લોકોની ખરાઈ કરવામાં આવી રહી છે જેથી વાંકાનેર શહેરમાં કામ સીવાય કોઈ અન્ય લોકો ખોટા પ્રવેશ ન કરે.

- text