રાજકોટથી દંપતી મોરબીમાં આવતા ગુનો નોંધાયો

- text


મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે તંત્રની પરમિશન વિના બે લોકો રાજકોટથી મોરબી આવ્યા હોવાની ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવેલ છે.

- text

રાજ્યના કોરોના હોટસ્પોટ રાજકોટથી વિપુલભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા (ઉ.વ.૨૫ ધંધો-પ્રા.નોકરી) તથા તેમના પત્ની સ્વાતીબેન (ઉ.વ.૨૪ રહે.બંન્ને હાલ મહેન્દ્રનગર મિલી પાર્ક,સાંનીધ્ય પાર્કની બાજુમા, પ્રજ્ઞેશભાઈ હરેશભાઈ જશાપરા (પટેલ) ના મકાનમા તા.જી.મોરબી મુળગામ-પીપરડી તા.વિછીયા જી.રાજકોટ) અહી મોરબી મુકામે મહેન્દ્રનગર મીલી પાર્ક, સાંનીધ્ય પાર્કની બાજુમા પ્રજ્ઞેશભાઈ હરેશભાઈ જશાપરાના મકાનમા ભાડેથી રહેવા લાગ્યા હોવાનું ધ્યાને પોલીસને આવ્યું હતું. આથી, ગઈકાલે તા. 28ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા દંપતી સામે મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા ગુનો નોંધાયો છે. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.

- text