મોરબી જિલ્લાના વધુ બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા

- text


 

આજે કુલ 3 શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ લેવાયા

મોરબી : મોરબીમાં ગઈકાલના ત્રણ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે એક યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ વધુ બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવાયા છે.

- text

જેમાં આજે મોરબીમાં વજેપર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષીય યુવકમાં શરદી, તાવ અને ઉધરસ જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા બાદ વધુ બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના પણ સેમ્પલ લવાયા છે. જેમાં ક્રિષ્ના હોસ્પિટલમાં મોરબી શહેરમાં રહેતા 42 વર્ષના યુવાન અને રાજકોટ સારવારમાં રહેલા વાંકાનેરના ઢુંવાનાં 30 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આજે કુલ 3 લોકોના કોરોના માટે સેમ્પલ લેવાયા છે. જેમના રિપોર્ટ કાલે આવશે.

- text