ટંકારામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા પોલીસની ફ્લેગ માર્ચ

- text


દુકાનોને છુટછાટો વચ્ચે શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે ભીડ ન થાય માટે પોલીસની કામગીરી વધી

ટંકારા : ટંકારામા મહીલા ફોજદાર એલ. બી. બગડાની આગેવાની હેઠળ આજે શહેરના રાજમાર્ગો ઉપર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. જેમા દેરીનાકા રોડ, મેઇન બજાર, દયાનંદ ચોક, ઉગમણા નાકે, દવાખાના રોડ સહીતની દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સ બિનજરૃરી અવરજવર અને ટ્રાફિક બાબતે માહીતી મેળવી એક્શન પ્લાન બનાવ્યો હતો.

- text

જેમા શહેરના તમામ મુખ્ય રસ્તા જ્યા બિનજરૂરી આવનજાવન ઉપર પ્રતિબંધ લાદી જીવન જરૃરી ચીજવસ્તુ ખરીદવા આવતા લોકોને જાગૃત અને દુકાનોમા શરતોનુ પાલન કરવા સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા શહેરમા દુકાનદારને મળેલ શરતોને આધિન છુટછાટો બાદ પોલીસની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા કામગીરીમા વધારો થયો છે. જો કે બપોરના એક વાગ્યાના ટાકણે સટર પાડી લોકડાઉનનુ પાલન કરાવવા માટે વાનમા માઈક વડે શેરી-મહોલ્લામા પ્રજાને માહીતી આપી હતી.

- text