મોરબી જિલ્લામાં આંશિક છૂટછાટ વચ્ચે લોકડાઉન ભંગના 19 કેસોમાં 50ની અટકાયત

- text


મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે આંશિક છૂટછાટની વચ્ચે પોલીસ દ્વારા લોકડાઉન ભંગના 19 ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં બિનજરૂરી અવરજવર, ભીડ તથા એકઠા થયેલા ટોળા અને બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા મામલે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાને પગલે અલગ અલગ પોલીસ સ્ટાફે જિલ્લામાં લોકડાઉન ભંગ કરનાર સામે તવાઈ જારી રાખી હતી અને રવિવારે જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાં અલગ અલગ સ્થળે બિનજરૂરી દુકાનો ખુલ્લી રાખવાના 7 કેસો નોંધી સાતેય આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ટોળું ભેગું થયું હોય એવા 8 કેસો નોંધી 39 લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અને બિનજરૂરી અવરજવરના 4 કેસો નોંધી આ ચારેય વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ મોરબી જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ બિનજરૂરી અવરજવર કરવામાં મામલે 54 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ રીતે મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના 19 કેસો નોંધીને 50ની અટકાયત કરવામાં આવી હતી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text