Morbi Updateના FB પેઈજ પર આજે સાંજે 5 કલાકે કિર્તીદાન ગઢવી સાથે લાઈવ વાતચીત

- text


‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનો ખાસ માણવા જેવો સંવાદ

મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે ‘મોરબી અપડેટ’ ખાસ શો લઈને આવ્યું છે. જેમાં ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી વચ્ચે ફેસબુક પેઈજ ઉપર લાઈવ ઇન્ટ્રેક્શન યોજાશે. તો આ શોને માણવાનું ચૂકશો નહિ.

કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર ‘મોરબી અપડેટ’ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે.

- text

ત્યારે જેને સાંભળવું એ દરેક ભારતીયો માટે એક લ્હાવો છે. અને જેમના ડાયરામાં ગીતો-દુહાઓની જમાવટ બોલાય છે. એવા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે ‘મોરબી અપડેટ’ દ્વારા ઈન્ટ્રેક્શન ગોઠવવામાં આવ્યું છે. જે ‘મોરબી અપડેટ’ના ફેસબૂક પેઈજ ઉપર આજે સોમવારે સાંજે 5 કલાકે લાઈવ નિહાળી શકાશે. આ ઈન્ટ્રેકશનમાં ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને કિર્તીદાન ગઢવી વચ્ચે માણવાલાયક મહત્વપૂર્ણ સંવાદ થશે. તો આજે સાંજે ‘મોરબી અપડેટ’ના ફેસબૂક પેઈજ ઉપર આ લાઈવ ઇન્ટ્રેકશન પરિવાર સાથે નિહાળવાનું ભૂલશો નહિ.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text