મોરબી જિલ્લાના ગઈકાલે લેવાયેલા પાંચ પૈકી પેન્ડિંગ બે રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લાના ગઈકાલે કોરોના શંકાસ્પદ પાંચ વ્યક્તિઓના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે સવારે ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જયારે બે વ્યક્તિઓના રિપોર્ટ અત્યારે બપોર બાદ જાહેર થયા હતા. જે રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે કુલ પાંચ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના રણજિતગઢમાં રહેતી 22 વર્ષીય યુવતી, ટંકારામાં રહેતા 72 વર્ષીય વૃદ્ધા તથા ટંકારાના સાવડીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ સવારે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ગઈકાલે લેવાયેલા પાંચ પૈકી ઘુંટુ રોડ પર રહેતા 48 વર્ષીય પુરુષ તથા મોરબીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પેન્ડિંગ હતા. જે અત્યારે બપોરે જાહેર થયા હતા. અને તે બંને રિપોર્ટ પણ કોરોના નેગેટિવ જ આવ્યા હતા. આમ મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે લેવાયેલા તમામ પાંચ રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text