મોરબીમાં પીળાશવાળું પાણી આવતું હોવાની બુમરાણ બાદ તંત્ર દોડતું થયું

- text


ચીફ ઓફિસર સહીતના ફિલ્ટર હાઉસ ખાતે દોડી ગયા : ફિલ્ટર હાઉસ ચેક કરીને ફિલ્ટર ક્લીન કરાવ્યા

મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે મચ્છુ ડેમમાંથી વિતરણ કરાતું પાણી એકદમ પીળાશવાળું આવતું હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી હતી. જેથી, તંત્ર દોડ્યું હતું. જેમાં ચીફ ઓફિસર સહતીના ફિલ્ટર હાઇસ ખાતે દોડી ગયા હતા. ફિલ્ટર હાઉસ ચેક કરીને ફિલ્ટર ક્લીન કરાવીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો મચ્છુ -2 ડેમ પર આધારિત છે. મચ્છુ-2 ડેમમાંથી મોરબી શહેર અને ભડીયાદ, લાલપર, મહેન્દ્રનગર, ત્રાજપર સહિતના શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારો પીવાનું પાણી આપવામાં આવે છે. પણ લોકડાઉન વચ્ચે હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી મચ્છુ ડેમમાંથી મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં એકદમ પીળાશયુક્ત પાણી આવે છે. આ પીળાશવાળું પાણી દુર્ગંધ મારતું હોવાની પણ.લોકોમાં ફરિયાદ ઉઠી હતી.

- text

આ ગંભીર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની ફરિયાદ મળતા ગઈકલે તેઓ તથા કાઉન્સિલર અનિલ.મહેતા સહિતનાઓ ફિલ્ટર હાઉસ ખાતે દોડી ગયા હતા અને ફિલ્ટર હાઉસ ચેક કરીને ફિલ્ટર ક્લીન કરાવ્યું હતું. જોકે દુર્ગધ આવતી નથી પણ લોકોની વાસ આવતી હોવાની ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text