મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનાર 59ની અટકાયત

- text


બિનજરૂરી અવરજવર કરવા મામલે 3 વાહનો ડિટેઇન

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બીજા તબબકાના લોકડાઉનનું પોલીસ કડકપણે અમલ કરાવે છે. જ્યારે લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસે તવાઈ જારી રાખીને મંગળવારે જાહેરનામા ભંગના વધુ કેટલાક કેસો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાના ભંગના 22 કેસો નોંધી 59 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાના 7 કેસ નોંધાયા હતા અને આ સાતેય દુકાનદારોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ટોળું ભેગું થયું હોય એવા 11 કેસો નોંધાયા હતા અને 46 લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બિનજરૂરી અવરજવરના 3 કેસો નોંધી 5 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ પેસેન્જરોની હેરાફેરીનો એક કેસ નોંધી આ એક આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. ઉપરાંત, મોરબી જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ રીતે મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાના ભંગના 22 કેસો નોંધી 59 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text