મોરબી સમાજ કલ્યાણ શાખા દ્વારા સરકારી છાત્રાલયના 43 છાત્રોને રૂ. 64,500ની સહાય ચૂકવાઈ

- text


મોરબી : વર્તમાન લોકડાઉનની સ્થિતિ જાહેર કરવામાં આવેલ છે ત્યારે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ/છાત્રોને માટે જિલ્લામાં ચાલતા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના છાત્રોને ફરજિયાત પોતાના અથવા સગાના ઘરે જવું પડેલ છે. આવા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ એક માસ માટે પ્રત્યેક વિદ્યાર્થીને રૂ. ૧૫૦૦ ડીબીટી દ્વારા તેમના અથવા તેમના વાલીના ખાતામાં સીધા જમા કરવાના થાય છે. સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા જિલ્લામાં કાર્યરત સરકારી છાત્રાલયના કુલ ૪૩ છાત્રોને રૂ.૬૪,૫૦૦ ચૂકવવામાં આવેલ છે તેમ મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જણાવાયું છે.

- text