મોરબી : 200 રૂપિયા ઉછીના આપવાની ના પાડતા યુવાનને માર માર્યો

- text


એક શખ્સે માર મારીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં રૂ.૨૦૦ હાથ ઉછીના આપવાની ના પાડતા યુવાનને એક શખ્સે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી કબ્રસ્તાન સામે અમર કેન્ડી કારખાનામાં રહેતા અને મુળ જાજાસર તા.માળીયા(મીં)નો વતની ભરતભાઇ બાબુભાઇ કારૂ (ઉ.વ-૨૮) નામના યુવાને શની રાવળદેવ (રહે મોરબી લાતી પ્લોટ જ્હોન્સ નગર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૦ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી રેલ્વેસ્ટેશન રોડ જડેશ્વર મહાદેવના મંદીર પાસે ફરીયાદી જમવા ગયેલ હોય, તે દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસે ૨૦૦ રૂપીયા ઉછીના માંગતા ફરીયાદીએ પોતાની પાસે નહી હોવાનુ કહેતા આરોપીએ ફરીયાદીને તુ મને ક્યારેય કામ નથી આવતો એમ કહી ઢીકા પાટુનો માર મારી માથાના ભાગે ધોકા વતી ઇજા કરી તેમજ ડાબા પગે મુંઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text