વાંકાનેર : લોકડાઉનમાં પોલીસની ગાડી જોઈને ઘરમાં ઘુસી જવા મામલે પાડોશીઓએ માર માર્યો

- text


પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને પાડોશીઓએ માર માર્યો

વાંકાનેર : વાંકાનેરમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલીગ માટે દૂરથી પોલીસની ગાડી જોઈ જતા યુવાન ઘર તરફ ભાગ્યો હતો. ત્યારે પાડોશીઓ સાથે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા પાડોશીઓ યુવાન અને તેના પિતા સહિત ત્રણ વ્યક્તિઓને માર માર્યો હતો.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાકાનેર સીટી સ્ટેશન પાસે ઢાળમાં રહેતા રફીકભાઇ ગુલામહુશેન રફાઇ (ઉ.વ ૫૮) આરોપીઓ દીલીપ કચરા વાંઝા, પ્રકાશ કાદુ વાંઝા, સાગર સુરેશ વાંઝા, ખમો સવા વાંઝા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૦ ના રોજ ફરીયાદીનો દીકરો શેરીના અન્ય છોકરાઓ સાથે રોડ ઉપર ઉભો હતો. તે સમયે લોકડાઉન માટે દુરથી પોલીસ પેટ્રોલીગની ગાડી જોઇ દોડીને તેના ઘરે જતા બાજુમાં રહેતા આરોપીઓએ ગાળો દેવા લાગતા ફરીયાદી તથા સાહેદે ગાળો દેવાની ના પાડતા ઉસ્કેરાઇ જઇ ફરીયાદીના દીકરાને ધોકાઓ વતી માર મારી ગાલ ઉપર ઇજા કરી તેમજ ફરીયાદી તથા અન્ય સાહેદો વચ્ચે પડતા અને આરોપીઓ ફરીયાદી અને સાહેદને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text