વાંકાનેરમાં ઘર સામે જોવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર ઉપર હુમલો

- text


પાંચ શખ્સો સામે ઘાતક હથિયારોથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં ઘર સામે જોવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં યુવાને પાંચ શખ્સો સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીતુભાઇ રમેશભાઇ તરકીયા (ઉ.વ ૩૮ રહે-વાકાનેર સીટી સ્ટેશન રોડ આઝાદ ગોલાની પાછળની શેરી) વાળાએ આરોપીઓ રમેશ વલ્લભ દેવીપુજક, સંજય વલ્લભ દેવીપુજક, વલ્લભભાઇ દેવીપુજક, દીપક વેરશી દેવીપુજક ગોવીદ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૧ ના રોજ એક આરોપી બે દીવસ પહેલા ફરીયાદીના ઘર પાસેથી નીકળતા તેના ઘર સામે જોતો હોઇ. જેથી ફરીયાદીએ ઘર સામુ જોવાની ના પાડેલ હોઇ જેનો ખાર રાખી, ગઈકાલે સવારના આઠેક વાગ્યે ફરી પોતાના પિતાના ઘરેથી તેના ઘરે જતો હોઇ ત્યારે આરોપીઓએ પાઇપ, ધોકા, કુહાડી જેવા પ્રાણ ઘાતક હથીયાર ધારણ કરીને ફરીયાદીને ગાળો આપી પાઇપ વતી માંથાના ભાગે ઇજા કરી હતી તેમજ આરોપીઓએ ધોકા, કુહાડી વતી શરીરે માર મારી ઇજા કરી તથા ફરીયાદીનો દીકરો જયસુખ છોડાવવા વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ ધોકા, પાઇપ, કુહાડી વડે માથામાં તથા નાક ઉપર ઇજા તેમજ શરીરે બન્નેને મુઢ ઇજા પહોચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text