મોરબીના સિરામિકની ઓરડીમાં રસોઈ બનાવતા દાઝી જતા મહિલા સારવાર હેઠળ

- text


મોરબી : મોરબીના એક સિરામિક કારખાનાની ઓરડીમાં રસોઈ બનાવતા દાઝી જતા મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

ગઈકાલે તા. 21 એપ્રિલના રોજ લખધીરપુર રોડ પર આવેલ ઓમન સીરામીકની ઓરડીમાં રહેતા 26 વર્ષીય મીનતીબેન આકાશભાઇ પરીખ પ્રાઇમસ પર કામ કરતા હતા ત્યારે અકસ્માતે આગ લાગવાથી દાઝી ગયેલ હતા. બાદમાં તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં ભોગ બનનાર મહિલાનો લગ્નગાળો 6 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text