મોરબીના વયોવૃદ્ધએ કોરોનાની લડત માટે રૂ. 51 હજારનું અનુદાન આપ્યું

- text


સામાન્ય પરિવારના અને ગ્રામ્ય વિસ્તારના આ બુઝુર્ગની દિલેરી જોઈને નાયબ મામલતદાર ગદગદિત થઈ ગયા

મોરબી : મોરબીના એક ગ્રામ્ય વિસ્તારના એક વયોવૃદ્ધ મામલદાર કચેરીમાં પહોંચીને નાયબ મામલદારને કહ્યું કે મારે કોરોનાની લડાઈ માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપવું છે. તેમ કહીને વયોવૃદ્ધએ કોરોનાની લડાઈ માટે રૂ. 51 હજારનું અનુદાન આપ્યું હતું. આ વયોવૃદ્ધની દિલેરી જોઈને નાયબ મામલતદાર પણ ગદગદિત થઈ ગયા હતા.

- text

મોરબીના નાયબ મામલતદાર પંકજદાન ગઢવીએ વયોવૃદ્ધની ખુમારી અંગે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા એક દાદા તેમની ઓફિસમાં આવ્યા હતા અને દાદા સાવ સામાન્ય પરિવારના લાગતા હતા. તેથી, નાયબ મામલતદારે સહજભાવે પૂછ્યું કે કોનું કામ છે દાદા? તેથી, આ દાદાએ કહ્યું કે કોરોનાની લડાઈ માટે મારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ચેક આપવો છે અને દાદાએ થેલામાંથી ચેકબુક કાઢી સહી કરેલો કોરો ચેક આપ્યો અને કહ્યું કે સાહેબ, આ ચેકમાં વિગતો લખી નાખો અને દાદાએ રૂ. 51 હજારની રકમ લખીને ચેક નાયબ મામલતદારને આપ્યો હતો. આથી, નાયબ મામલતદારને આ બુઝુર્ગની દિલેરી જોઈને વિચાર આવ્યો કે જ્યાં સુધી માં ભારતીના આવા દાનવીર સંતાનો છે ત્યાં સુધી ભારતનો વાળ વાંકો નહિ થાય.

- text