મોરબી તાલુકા પોલીસે માનસિક અસ્થિર યુવકની સહાય કરી માનવતા મહેકાવી

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અનુસંધાને દેશભરમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પો.સ્ટે.નો પોલીસ સ્ટાફ લોકડાઉનના બંદોબસ્ત અનુસંધાને પેટ્રોલીંગમાં હતા.

- text

આ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ ટીમ બહાદુરગઢ ગામ પાસે પહોંચી હતી. જ્યાં હર્ષદ નામનો માનસિક અસ્થિર યુવાન નાળા અંદર ભૂખ્યો સુતો હોય તે ધ્યાને આવતા તાલુકા પોલીસ ટીમના એ.એસ.આઈ. આર. બી. વ્યાસ અને હરપાલસિંહ ઝાલાની ટીમ તુરંત તેના માટે રોકાઈ ગયા હતા. આ યુવાન માનસિક અસ્થિર હોય, જેથી નાળાથી બહાર આવતો ના હોય અને મહામહેનતે લલચાવી ફોસલાવી તેને બહાર કાઢ્યો હતો. અને તેને ભોજન કરાવી પોલીસે માનવતાના દર્શન કરાવ્યા હતા. આમ મોરબી તાલુકા પો.સ્ટે.ના પોલીસ જવાનો દ્વારા માનસીક અસ્થીર યુવાનની મદદે આવી માનવતાની મહેક પ્રસરાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ હતુ.

- text