મોરબીના રંગપર બેલાથી 18 શ્રમીકો પગપાળા હળવદ પહોંચ્યા બાદ તમામને પરત મોકલાયા

- text


પોલીસે તમામ શ્રમીકોને જમાડી પરત જવા વાહનની વ્યવસ્થા કરી આપી

હળવદ : ખાસ કરીને લોકડાઉનમાં ગરીબ અને મજુરવર્ગની હાલત કફોડી થઈ છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકો મોરબી મૂકી વતનની વાટ પકડી હતી. વાહન ન મળતા શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળા નીકળ્યા હતા.તેઓ ચાલતા ચાલતા હળવદમાં પસાર થતી નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. જેથી, હળવદ પોલીસને ધ્યાને આવતા પી.આઈ સંદિપ ખાંભલા, ગંભીરસિંહ ચૌહાણ સહિતના પોલીસ જવાનો એ શ્રમિકોને સમજાવટ કરી ભોજનની વેવસ્થતા કરી વાહનમાં બેસાડી રંગપર બેલા પરત મોકલ્યા હતા.

- text

કોરોનાની મહામારીને લઈને દેશભરમાં બીજા તબક્કાનું ૧૯ દિવસનુ લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે હાલ તો મોરબી તરફથી પોતાના વતન જવાન નીકળતા પરપ્રાંતીઓ પર મોટા ભાગે રોક લાગી ગઈ છે. તેમ છતાં પણ મોડી રાતના હળવદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર શ્રમિકો ચાલતા ચાલતા જતા હોવાની જાણ પોલીસને થતા તેઓ દ્વારા તમામ ૧૮ શ્રમિકોને અટકાવી સમજાવી ભોજનની વ્યવસ્થા કરી આપી વાહનમાં બેસાડી પરત મોરબીના રંગપર બેલા મોકલી આપ્યા હતા.

- text