મોરબી જિલ્લાના ગઈકાલે લેવાયેલા પાંચ રિપોર્ટ પૈકી ત્રણ નેગેટિવ, બે પેન્ડિંગ

- text


મોરબી : મોરબી જિલ્લાના ગઈકાલે કોરોના શંકાસ્પદ પાંચ વ્યક્તિઓના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જયારે બે વ્યક્તિઓના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે કુલ પાંચ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના રણજિતગઢમાં રહેતી 22 વર્ષીય યુવતી, ટંકારામાં રહેતા 72 વર્ષીય વૃદ્ધા તથા ટંકારાના સાવડીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે ગઈકાલે લેવાયેલા પાંચ પૈકી ઘુંટુ રોડ પર રહેતા 48 વર્ષીય પુરુષ તથા મોરબીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text