મોરબીના ઘુટું રોડ ઉપર કારની હડફેટે ઇજા પામેલા આધેડનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : મોરબીના ઘુટું રોડ ઉપર ચાલીને જઈ રહેલા આધેડને કાર ચાલકે હડફેટે લેતા તેમના ગંભીર ઇજાઓ થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધુટુ રોડ જીલટોપ સીરામીકના કારખાના સામે મોરબી-૨ માં રહેતા રમેશભાઇ ભગવાનજીભાઇ જોગડીયા ઉવ.૫૫ નામના આધેડ ગત તા.૧૯ ના રોજ કોઈ કામસર જુના ધુટુ રોડ એન્જલ સીરામીકની સામે રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવતી GJ-36B-1507 નબરની કારના ચાલકે આ આધેડને હડફેટે લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દીવ્યેશભાઇ રમેશભાઇ જોગડીયાએ બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text