મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 50 લોકો ઝડપાયા

- text


મોરબી એ.ડીવી.માં 11, બી ડીવી.માં 14, તાલુકામાં 01, વાંકાનેર સીટી.માં 10, તાલુકામાં 04, હળવદમાં 05 અને ટંકારામાં 6 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ 

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ સોમવારે કુલ 50 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 14, મોરબી તાલુકામાં 01, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 10, વાંકાનેર તાલુકામાં 04, હળવદમાં 05 અને ટંકારા પોલીસ સ્ટે.ની હદમાં 05 સહિત કુલ 50 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામે અમદાવાદ કોરોના હોટસ્પોટ વિસ્તાર એવા દાણીલીંબડા વિસ્તારમાંથી આવેલા એક દંપતી સામે આઇપીસી કલમ 188 ઉપરાંત કલમ 269 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક. 51 B મુજબ અલગથી ગુન્હો દાખલ કરાયો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text