મોરબી માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીના રજિસ્ટ્રેશન માટે ત્રણ ટોલ ફ્રી નંબર જાહેર

- text


આવતીકાલ 22 એપ્રિલથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ થશે

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડને આગામી ટુક સમયમાં શરૂ કરવાનું તંત્ર આયોજન કરી રહ્યું છે. તેથી, મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ખેડૂતોની જણસીઓના રજિસ્ટ્રેશન માટે ત્રણ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ 22 એપ્રિલથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ થશે.

હાલ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બીજા તબબકનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ બીજા લોકડાઉન દરમિયાન કોરોનાથી ઓછા પ્રભાવિત વિસ્તારોમાં સરકારે 20 એપ્રિલ પછી કેટલીક આશિક છૂટછાટ આપી છે. જેમાં ખાસ કરીને સરકારના આદેશને પગલે સ્થાનિક તંત્ર ખેડૂતોની જણસીઓની ખરીદી થઈ શકે તે માટે માર્કેટ યાર્ડ ચાલુ કરવાનું આયોજન હાથ ધર્યું છે ત્યારે કોરોનાથી ઓછા પ્રભાવિત વિસ્તાર મોરબી જિલ્લામાં પણ આગામી ટુક સમયમાં માર્કેટ યાર્ડ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ માર્કેટીંગ યાર્ડમાં લોકડાઉનનું પાલન જળવાઈ રહે તે રીતે ખેડૂતોને ખરીદી અર્થે બોલાવવા માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા આવતીકાલે તા. 22 થી ખેડૂતોની જણસીઓના રજિસ્ટ્રેશન માટે ત્રણ ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. જેમાં ખેતપદેશોના રજિસ્ટ્રેશનનો સમય દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 સુધીનો રહેશે. જેમાં ખેડૂતોએ પોતાનો મોબાઈલ નંબર, જણસીનું નામ અને જણસીનો અંદાજીત વજન સહિતની વિગતો જણાવવાની રહેશે. નોંધણી માટેનો નંબર : 98795 30240 , 98252 22683 , 98790 10240


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text