માળીયા તાલુકામાં લોકડાઉનને કારણે ખેડૂતોના ઘરમાં રહેલી જણસીઓમાં ઈયળનો ઉપદ્રવ

- text


ગામડેથી ખેડૂતોની જણસીઓનું વેચાણ કરવા અને ખેતમજૂરો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ

માળીયા : માળીયા તાલુકામાં લોકડાઉનને કારણે ખેડૂતોના ઘરમાં રહેલી જણસીઓમાં ઈયળનો ઉપદ્રવને કારણે આર્થિક રીતે મોટું નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. આથી, ગામડેથી ખેડૂતોની જણસીઓનું વેચાણ કરવા અને ખેતમજૂરો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

- text

માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામના સરપંચ મુમતાઝબેન ભોરોયાએ જવાબદાર તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી કે હાલમાં લોકડાઉનને કારણે ગામડાઓમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ છે. જેમાં ખેડૂતોઓ ઉત્પાદન કરેલા ઘઉં, કપાસ, જીરું સહિતના પાકો ઘરમા જ પડ્યા છે. એથી, ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમજ ખેડૂતોના ઘરમાં રહેલી જણસીઓમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતોના ત્રાસથી ખેડૂતો ઘરમાં રહી શકતા નથી. આથી, ગામડેથી ખેડૂતોની જણસીઓનું વેચાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. આ ઉપરાંત, દરેક ગામમાં ખેતમજૂરી કરતા અનેક શ્રમિકોને હાલ મજૂરી ન મળતા તેમના રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આ મજૂરોનું તેમના વતનમાં પલાયન ન થાય તે માટે રાશનની સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે.

- text