ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતી દ્વારા ટંકારા પોલીસને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ

- text


ટંકારા : ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતીના હોદ્દેદારો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. એલ. બી. બગડાને 1000 નંગ માસ્ક તથા 25 લીટર સેનેટાઈઝર અર્પણ કરવામા આવ્યુ હતું. આ તકે અરવિંદભાઈ બારૈયા તથા વલમજીભાઈ દિપકભાઈ સુરાણી, ડો. રમેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ વિનોદ સુરાણીએ યાદીમાં જણાવેલ છે.

- text