મોરબી બી ડિવિઝન દ્વારા ડિટેઇન કરેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી શરૂ

- text


બી ડિવિઝન પીઆઇએ બે દિવસમાં વાહનો છોડાવી લેવા વાહન માલિકોને અપીલ કરી

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લોકડાઉન દરમિયાન પોલીસે બિનજરૂરી અવરજવર કરવા મામલે અનેક વાહનો ડિટેઇન કર્યા હતા. ત્યારે સરકારે આ ડિટેઇન કરેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસને આદેશ આપ્યો હતો. જેના પગલે મોરબી બી ડિવિઝન દ્વારા ડિટેઇન કરેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરી છે અને બે દિવસમાં આ વાહનો છોડી મુકવામાં આવશે.

- text