વાંકાનેરની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો : રાજકોટ આઇસોલેશનમાં દાખલ

- text


વાંકાનેર : મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય એક મહિલામાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી તબીબી સ્ટાફે તપાસીને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરની મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાને થોડાક કેટલાક દિવસથી તાવ આવતો હતો તેમને આજે શ્વાસ લેવામાં તકલીફ પડતાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસતાં તેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં તેમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ મહિલાનો રિપોર્ટ આજે સાંજે આવી જશે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text