મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 64 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 17, બી ડીવી.માં 11, મોરબી તાલુકામાં 3, વાંકાનેર સીટી.માં 09, વાંકાનેર તાલુકામાં 05, ટંકારામાં 12, હળવદમાં 05 અને માળીયા મી.માં 02 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ ગુરુવારે કુલ 64 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 11, મોરબી તાલુકામાં 03, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 09, વાંકાનેર તાલુકામાં 05, ટંકારામાં 12, હળવદમાં 05 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 02 સહિત કુલ 64 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે.

- text

મોરબી જિલ્લામાં દુકાનો ખુલ્લી રાખવા બદલ કુલ 9 કેસમાં 9 લોકો સામે, ટોળું એકઠું કરવા બદલ 11 કેસમાં 47 લોકો સામે, બિનજરૂરી અવરજવરના 7 કેસમાં 07 લોકો સામે ગેરકાયદે પેસેન્જરોની હેરફેર કરવા માટે એક સામે આમ કુલ મળી 28 કેસમાં 64 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો હતો. જ્યારે 19 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text