મોરબી : છેડતી બાબતે સમજાવવા ગયેલ લેબર કોન્ટ્રાક્ટર પર હુમલો

- text


મોરબી : મોરબીમાં સીરામીકના કારખાનાના મજૂરની દીકરીની છેડતી ન કરવા સમજાવવા ગયેલ લેબર કોન્ટ્રાક્ટર પર લોખંડની ટામી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

ગત તા. 13 એપ્રિલના રોજ મોરબીના લખધીરપુર રોડ પર ધુટુ ગામની સીમમાં આવેલ સીરામીકના કારખાનાની મજુર કોલોનીમાં રહેતા મજુરની દીકરીની આરોપી મહેશકુમાર સતાલ સહાની છેડતી કરતો હોય, જે બાબતે લેબર કોન્ટ્રાક્ટર જયકરણ દૌલતસિંહ સિંધ (ઉવ.29)એ તેને સમજાવતા આરોપી મહેશ અને અન્ય આરોપીઓ રાજુ બાકે યાદવ ( મુળ રહે.યુ.પી.) તથા જનાર્દન ધનય યાદવએ ઉશ્કેરાય જઈ ફરીને તથા સાહેદોને ગાળો બોલી હતી. તેમજ આરોપીઓએ ફરિયાદી તથા તેના સાહેદ વિક્રમ અને અરવિંદને લોખંડની ટામી તથા બેટ વડે મારતા કોન્ટ્રાક્ટરને માથામા તથા શરીરે ગંભીર ઈજા કરેલ હતી. તેમજ સાહેદોને નાની-મોટી ઇજા પહોંચાડી હતી. હાલમાં આ બનાવની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- text