મોરબી જિલ્લામાં જીવન જરૂરી વસ્તુ સાથે જોડાયેલા 116 યુનિટોને ચાલુ રાખવાની પરવાનગી અપાઈ

- text


કલેકટરે જાહેરનામાની તમામ શરતોનો ચુસ્તપણે પાલન સાથે કૃષિ, મેડિકલ, ફાર્મા, પેકેજીગના એકમોને ચાલુ રાખવાની મંજૂરી આપી

મોરબી : લોકડાઉન વધતાની સાથે મોરબી જિલ્લામાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવાનો જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે. જ્યારે લોકડાઉન અંગેના ગૃજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ જીવન જરૂરી ઉત્પાદો સાથે જોડાયેલા એકમો કે જેમની પાસે લોક-ઇનની સુવિધાઓ તેમજ કામદારો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવા એકમો ચાલુ રહી શકે છે. આ જાહેરનામા મુજબ જિલ્લા કલેકટર લોકડાઉનની તમામ શરતોનું પાલન કરવાની શરતે મોરબી જિલ્લાના મેડિકલ, ફાર્મા, કૃષિ, પેકેજીગ પ્લાન્ટ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જેમાં કુલ 116 યુનિટોને તેમના પાલન્ટ ચાલુ રાખવાની મજૂરી આપી છે.

- text

મોરબીના સતત ઉત્પાદન વાળા પેકેજીગ પ્લાન્ટે ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામાની તમામ શરતોનું પાલન કરવાની તૈયારી સાથે આ પ્લાન્ટને ચાલુ રાખવા માટે મોરબી જિલ્લા કલેકટર પાસે પરવાનગી માંગી હતી. આથી જિલ્લા કલેકટરે જાહેરનામાના ચુસ્તપણે અમલ કરવાની શરતે મેડિકલ, કૃષિ, ફાર્મા અને પેકેજીંગ પ્લાન્ટને આવરી લઈને કુલ 116 યુનિટોને લોકડાઉન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જ્યારે પેકેજીગ ઉધોગના સોમનાથ ક્રાફટ મીલ પ્રા. લી., ફ્રેન્ડ્સ પોલીપેક, ધ્રુવ ક્રાફટ મીલ પ્રા. લી., રાધેશ્યામ મીલ પ્રા. લી. ગાયત્રી ટ્રેડિગ, ગૃરુકૃપા ટ્રેડ્રિગ કું, વિલ્સન પોલીપેક, સેઝોન પેપર્સ પ્રા, લી., સ્કાય ટચ પોલીપેક, લેવિટા પોલીપેક એલએલપી, ઓરા પ્રિન્ટ પેક એલએલપી, રામેશ્વર પોલીપેક, ટોરિસ પોલીફેબ એલએલપી, એકવા મલ્ટીપેક પ્રા. લી, ક્રિશિવ પોલીપેક, ઓમેક્સ પોલીપેક, એક્રોર્ડ પોલીપેક પ્રા. લી., દેવ પોલીપેક, સદગુરુ પોલી, ઇન્ડસ્ટ્રીઝ, મેકસો પોલીફેબ પ્રા. લી., મેહુલ પોલીપેક, લેક્સ પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ, સ્લોગન પોલીપેક પ્રા. લી., શિવા પોલીપેક, દયાનંદ પોલીપેક પ્રા. લી., એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ, સ્વેલઝા પોલીપેક એલએલપી, તિરુપતિ પોલીપેક, શ્રીરામ પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ, સ્કાયટચ પોલીમર્સ, મેઘાટોન પોલીપેક, અક્ષર પોલીપેક પ્રા. લી., રામ પેકેજીગ ઇન્ડસ્ટ્રીઝ, એનએસ એન્જિનિયરીગ, પ્લાસ્ટિક યુનિક ઇન્ડસ્ટ્રીઝ મળીને 43 યુનિટો સહિત 116 યુનિટોને લોકડાઉનના જાહેરનામા ચુસ્તપણે પાલન કરવાની શરતે અને કોઈપણ મજૂર કારખાનની બહાર ન જાય તે માટે તકેદારી રાખવી અને યોગ્ય વ્યવસ્થા કરવી અને માલિકને યુનિટમાં ન જવાની શરતો સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે.

- text