મોરબી, ટંકારા અને હળવદમાં બોર્ડની પરીક્ષાના પેપરોની કાલથી ચકાસણી

- text


આ ત્રણેય સેન્ટરોમાં જવા માટે લોકડાઉનના કારણે વાહનોની અગવડતાની શિક્ષકોની ફરિયાદ સામે વાહનોની યોગ્ય વ્યવસ્થા કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ નિર્દેશ આપ્યો

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ સેન્ટરો મોરબી, હળવદ, ટંકારામાં આવતીકાલથી ઘો.10,12ની બોર્ડની પરીક્ષાના પેપરોની ચકાસણી શરૂ થનાર છે. આ માટે જિલ્લા શિક્ષણ તંત્રએ શિક્ષકોની ફાળવણી કરી દીધી છે. ત્યારે મોટાભાગના શિક્ષકોએ લોકડાઉનમાં તેમની નિમણૂક દૂર કરી હોવાથી વાહનોની અગવડતાની અને આવા જવામાં મુશ્કેલી અંગે ફરિયાદ ઉઠાવી હતી. જોકે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ નિદેશ આપ્યો છે કે, મોટાભાગના શિક્ષકો પાસે વાહનો છે છતાં વાહનોની મુશ્કેલી પડે તો સ્કૂલ બસોનો ઉપયોગ લેવાશે અને વાહનોની કોઈ અવ્યવસ્થા નહિ સર્જાઈ.

- text

મોરબી જિલ્લાના ત્રણ સેન્ટરો મોરબી, હળવદ, ટંકારામાં કાલથી ધો.10,12ના પેપરોની ચકાસણી શરૂ થતી હોય એમાં શિક્ષકો જે તે ફરજના સેન્ટરમાં જવા માટે વાહનોની મુશ્કેલી ઉભી થશે એવી ફરિયાદો ઉઠી રહી છે. જેમાં કોઈ શિક્ષક ટંકારા રહેતા હોય અને તેમની ફરજ હળવદ કે મોરબી આવે તો હાલની લોકડાઉનની સ્થિતિમાં વાહનોના અભાવે ફરજના સ્થળે પહોંચવું મુશ્કેલ બનશે. આ અંગેની વિવિધ ફરિયાદ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, કાલથી ટંકારાની મહર્ષિ દયાનંદ વિધાલયમાં ધો.10ના પેપરો અને મોરબીની વીસી હાઇસ્કૂલ ખાતે અને હળવદ ખાતે ધો.12 સામાન્ય પ્રવાહના વિષયોના પેપરોની ચકાસણી થશે. જિલ્લામાં આ ત્રણ કેન્દ્રો છે. શિક્ષકો તો અગાઉથી ચકાસણી માટે ફાળવી દીધા છે પણ હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં કેટલા શિક્ષકો આવે એના ઉપર નિર્ભર છે. બાકી વાહનની મુશ્કેલી ફરિયાદ છે. તેમાં જે તે શિક્ષકે ને જે તાલુકામાં નિવાસસ્થાન હોય ત્યાંથી મામલતદાર પાસેથી પાસ મેળવી જે સ્થળે તેમને ફરજ સોપાઈ છે ત્યાં જઈ શકે છે. પાસ ન મળે તો પોતાનું ઓળખપત્ર, પરીક્ષાના પેપર તપાસવાના આપેલા ઓર્ડર અથવા બોર્ડનું જે તે સમયે આપેલું પ્રમાણપત્ર લઈને જઈ શકે છે. આ શિક્ષકોને આવવા જવવા માટે અનુકૂળતા રહે તે માટે એસપી અને કલેકટરને જાણ કરી દીધી છે અને જો વાહનોની અગવડતા પડશે તો તેમના માટે બે બસની વ્યવસ્થા કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text