મોરબી જિલ્લામાં લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ કુલ 91 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


મોરબી સીટી.એ.ડીવી.માં 1 મહિલા સહિત 32, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટીમાં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં 4 લોકો વિરુદ્ધ લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ

મોરબી : 24 માર્ચ મધ્યરાત્રિથી લાગુ થયેલા 21 દિવસના લોકડાઉનના 15માં દિવસે બુધવારે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળી 91 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ થયો છે.

- text

જેમાં મોરબી સીટી. એ.ડીવી. માં 1 મહિલા સહિત 32 લોકો વિરુદ્ધ, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટી.માં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં 4 લોકો વિરુદ્ધ લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચિત કારણ વગર ઘરની બહાર વાહન લઈને નીકળતા લોકોના વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. 3 અઠવાડિયાના લોકડાઉનના સમયગાળામાં હવે આ ત્રીજા નિર્ણાયક તબક્કામાં હિડન (છુપા) કેસો બહાર આવવાની આશંકાને જોતા પોલીસે પોતાની કાર્યવાહી સખ્ત રીતે અમલી બનાવી છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ પણ સરપંચો અને તલાટીઓને સરકારી માર્ગદર્શીતા મુજબ અમુક સત્તાઓ આપવામાં આવી છે. જેમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા વ્યક્તિના પરિવારમાં રહેલા વાહનોની ચાવી કસ્ટડીમાં લેવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text