નાલંદા વિદ્યાલય દ્વારા જરુરિયાતમંદોને કરિયાણાની કિટનું વિતરણ કરાયું

- text


ટંકારા : કોરોના વાયરસના કારણે આવે પડેલી આપત્તિના સમયમાં વિરપરની નાલંદા વિદ્યાલય દ્વારા ટંકારાના પછાત વિસ્તારોમાં રહેતા અને રાશનકાર્ડ નહી ધરાવતા ૧૦૦ પરિવારોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ સ્થાનિક વહિવટીતંત્ર તેમજ ટંકારાના આગેવાનોને સાથે રાખીને કરવામા આવ્યું હતું. તેમજ મોરબીના પછાત વિસ્તારોમાં મોરબીના વહિવટીતંત્રની સુચનાથી ૧૫૦ કીટનું વિતરણ કરવામા આવેલ હતું. સાથે મોરબીમાં સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતા રસોડામાં બપોર-સાંજ જરુરિયાત મુજબ દરરોજ ભોજન બનાવીને પહોચાડવાની વ્યવસ્થા કરી આપે છે તેમજ શાળાની આજુબાજુમાં રહેતા ગરીબ લોકોને ભોજન નાલંદા વિધાલય પરિવાર દ્વારા આપવામાં આવે છે.

- text

શાળાના મેનેજમેન્ટે સ્કુલના વર્ગ-4 ના કર્મચારીઓને અનાજની કીટ તેમજ પગાર તેમના ઘેર પહોચાડવાની વ્યવસ્થા પણ કરેલ છે. આમ, નાલંદા વિધાલયના મેનેજમેન્ટ બી. એ. ગામી સાહેબ દ્વારા જણાવેલ કે “અમો આ કરીશું” તેવો ઉપકાર નહી પણ દેશ કે રાજ્ય પર આવી મહામારીની વિપત્તિ આવે ત્યારે ખંભે ખંભો મેળવીને સાથે ચાલવાની અમારી ફરજ છે જેને સાર્થક કરી બતાવેલ છે.

- text