રાજપર અને સભારાવાડી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના રાશનનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાની રાજપર પ્રાથમિક શાળામાં 270 વિધાર્થીઓને અને સભારાવાડી પ્રાથમિક શાળામાં 126 વિદ્યાર્થીઓનેમધ્યાહ્ન ભોજન યોજનાના રાશનનું વિતરણ કરાયું હતું.

- text

મોરબી મધ્યાહન ભોજન પુરવઠા મામલતદારની સુચનાથી મોરબી રાજપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના સંચાલક દ્વારા સ્કુલ ખાતે ૨૧ દિવસનું અનાજ વિતરણ કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અનાજ વિતરણની કુપનની વહેંચણીનુ કામ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોના ઘરે જઈ કુપનનું વિતરણ કરાયું હતું. મોરબીની રાજપર પ્રાથમિક શાળા તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના દરેક શિક્ષકો શાળા કક્ષાએથી ઉપસ્થિત રહી માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે રાજપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.

- text