શેરીમાંથી કેમ નીકળે છે કહી ટંકારામાં યુવાન પર હુમલો

- text


ટંકારા : અમારા ઘર પાસે શેરીમાંથી કેમ નીકળે છે, એમ કહી ટંકારામાં એક યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરાતા યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

ટંકારાના ઉગમણાનાકા, દલિતવાસમાં રહેતા 35 વર્ષીય પ્રવીણભાઈ ડાયાભાઇ જાદવ નામના યુવાન પર એ જ વિસ્તારમાં રહેતા નીતિન કરશનભાઇ સોલંકી નામના યુવકે અમારા ઘરની શેરી પાસેથી શા માટે નીકળે છે એમ કહીને લાકડાના ધોકા વડે હુમલો કરતા ફરિયાદીને પીઠના ભાગે ઇજા થઇ હતી. ટંકારા પો.મથકના પો.હેડ.કોન્સ. પી.જે. પરમારે આરોપી સામે જાહેરનામા ભંગ સહિતની કલમ દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text