મોરબી : ભાડે આપેલું મકાન ખાલી કરાવવા બાબતે ભાડુઆત પર હુમલો

- text


મોરબી : મોરબી સીટી. બી.ડીવી. વિસ્તાર હેઠળ આવતા નવલખી રોડ, લાયન્સનગર, શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા ભાડુઆત પર મકાન માલિક સહિત ચાર લોકોએ મકાન ખાલી કરી આપવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતા ભાડુઆતે બી.ડીવી.પો. સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબીના નવલખી રોડ, લાયન્સનગર, શિવધારા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા 27 વર્ષીય વિશ્વાસભાઈ કાનજીભાઈ પાટડીયાએ સૂરજ ગઢવી, તેના પત્નિ આરતીબેન, શાહરૂખ ઈસ્ત્રી વાળો તેમજ શાહરુખની પત્નિ ભુરીબેન સામે બી.ડીવી.પો.મથકમાં હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિશ્વાસભાઈ ભાડે મકાનમાં રહેતા હોય અને આ મકાન આરતીબેને ભાડે અપાવેલું હોય મકાન ખાલી કરી આપવા ફરિયાદીને જણાવ્યું હતું. ફરિયાદી એવા વિશ્વાસભાઈએ બીજું મકાન મળશે એટલે મકાન ખાલી કરી આપીશ તેમ કહેતા ઉપરોક્ત ચારેય આરોપીએ એકસંપ કરી ફરિયાદી તથા ઝઘડામાં વચ્ચે સમાધાન કરવા આવેલા રાજેશભાઇ ભીખુભાઇને અપશબ્દો કહી બાદમાં લોખંડના સળિયા તેમજ લાકડી વડે મૂંઢમાર માર્યો હતો. આ બાબતે વિશ્વાસભાઈએ ફરિયાદ નોંધાવતા બી.ડીવી. પો.મથકના પો.સબ.ઇન્સ. એન.એ.શુક્લએ બે મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text