લોકડાઉનના ભંગ બદલ મોરબી જિલ્લામાં 82 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી સીટી.એ.ડીવી.માં 42, બી.ડીવી.માં 10, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 9, વાંકાનેર તાલુકામાં 3, ટંકારામાં 7 તથા હળવદમાં 9 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા

મોરબી : લોકડાઉનના 13માં દિવસે સોમવારે મોરબી જિલ્લામાંથી કુલ 82 લોકોએ લોકડાઉનના જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતું. જે તમામ સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ઉલાળીયો કરી બહાર નીકળેલા કે વધુ લોકોને એકઠા કરવા બદલ કુલ 82 લોકો પોલીસની હડફેટે ચડ્યા હતા. જેમાં મોરબી સીટી.એ.ડીવી.માં 42, બી.ડીવી.માં 10, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી. માં 9, તાલુકામાં 3, ટંકારામાં 7 તથા હળવદમાં 9 લોકો જાહેરનામાનો ભંગ કરતા ઝડપાયા હતા. જે તમામ સામે આઇપીસી કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text