મોરબીમાં કોરોના માટે ક્રિષ્ના હોસ્પિટલમાં 100 આઇસોલશેન બેડની વ્યવસ્થા ઉભી કરાશે

- text


કલેકટર આ હોસ્પિટલની મુલાકાત લઈને હવે પછી સત્તાવાર નિર્ણય જાહેર કરશે

મોરબી : મોરબીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે દરેક જિલ્લામાં એક હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે તૈયાર રાખવાની દરેક જિલ્લા તંત્રને સૂચના આપી છે. જેને પગલે મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે તૈયાર રાખવામાં આવી છે. જો કે કલેકટર આ હોસ્પિટલની મુલાકાત લઈને આ અંગેનો સતાવાર નિર્ણય જાહેર કરશે.

મોરબીમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતાની સાથે હરકતમાં આવીને આરોગ્ય તંત્ર સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સઘન તકેદારીના પગલાં લઈ રહ્યું છે. જોકે સંભવિત કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા સ્તરે આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે અને રાજ્ય સરકારે કોરોના દર્દીઓની સારવાર માટે દરેક જિલ્લા એક હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે જરૂરી તમામ સુવિધા સાથે તૈનાત રાખવાની સૂચના આપી છે. જેના પગલે મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે તૈયાર રાખવામાં આવી છે. જેમાં 100 બેડની આઇસોલશેન સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે.

- text

આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લઈને પછી આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કરશે. પરંતુ હાલ આ હોસ્પિટલને તૈયાર રાખવાની તમામ કામગરી પૂર્ણ થઈ ગઈ છે. અને કલેકટર મુલાકાત લઈને જાહેર કરશે પછી નક્કી થશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text