મોરબી : દર્દીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર ડો.કાતરીયા કાયમી સેવાનિવૃત થયા

- text


હોસ્પિટલમાં સેવા પૂરી થયા બાદ પણ ત્રણ વર્ષ સુધી દર્દીઓની સેવા કરી : વધારાના ત્રણ વર્ષ પુરા થતા સરકારી આંખની હોસ્પિટલમાં વિદાય લેતી વખતે ભાવવિભોર બનીને પત્ર રૂપી લાગણી દર્શાવી : ડો.કાતરિયાની સેવા સમગ્ર મોરબીવાસીઓ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ કયારેય ભૂલી નહિ શકે

મોરબી : દર્દીઓ માટે ખરેખર ડોકટર જ ભગવાન હોય છે. આ વાતને મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.વી.સી કાતરિયા સાહેબને યથાર્થ રીતે લાગુ પડે છે. ડો. વી.સી.કાતરિયાએ ખરેખર સાચા અર્થમાં દર્દી નારાયણની સેવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. જોકે આંખના ઓપરેશનો અને નિદાન કરવાના એમના રેકોર્ડને હજુ સુધી સમગ્ર ગુજરાતમાં કોઈ તબીબ તોડી શક્યો નથી. બલ્કે દર વર્ષે પોતાનો રેકોર્ડ પોતે જ તોડતા હતા. જોકે તેમણે સરકારી આંખની હોસ્પિટલમાં પોતાનો સેવાકાળ પૂરો થયા બાદ પણ સરકારની દરખાસ્તથી વધારાના ત્રણ વર્ષની પણ ઉમદા રીતે સેવા આપી હતી. ત્યારે આજે એ ત્રણ વર્ષ પુરા થતા તેમણે સ્વેચ્છાએ મોરબી હોસ્પિટલમાં સેવાનિવૃત્તિ લઈને ભાવભીની વિદાય લીધી છે. જોકે ડો.કાતરિયાની સેવા સમગ્ર મોરબીવાસીઓ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ કયારેય ભૂલી નહિ શકે

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવેલ અલગ આંખની હોસ્પિટલના જાણીતા આંખના સર્જન ડો. વી.સી.કાતરિયા વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે હજારો દર્દીઓની સેવા કરી હતી. જેમાં અત્યાર સુધીમાં તેઓ સમગ્ર ગુજરાત સૌથી વધુ અત્યાધુનિક રીતે આંખના સફળ ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવે છે. એમની સેવા મોરબી જ નહીં બલ્કે પુરા સોરાષ્ટ્માં ફેલાય છે. મોરબી જિલ્લા ઉપરાંત સોરાષ્ટ્ અને પુરા ગુજરાતના હજારો દર્દીઓ એમની સેવા લેવા આવતા રહે છે. સવારે સાત વાગ્યે તેઓ ઘરેથી ચાલીને હોસ્પિટલમાં આવીને સાંજના સાત વાગ્યે સુધી અવિરતપણે દર્દીઓની સેવા કરવામાં રચ્યા પચ્યા રહેતા હતા તેમણે શરૂઆતથી જ દર્દીઓની સેવા કરવાનો જ એક માત્ર જીવન મંત્ર બનાવી દીધો હતો. જોકે તેઓ બપોરનું ભોજન પણ લેતા ન હતા અને રજાના દિવસોમાં પણ સેવા આપતા ડો.કાતરીયાની સેવાનિવૃત્તિ ત્રણ વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી. પણ સેવાકીય સંસ્થાઓ અને અગ્રણીઓની રજુઆત અને ડૉ.કાતરિયાની નિઃસ્વાર્થ ભાવે સેવા જોઈને સરકારે તેમને ત્રણ વર્ષની વધારાની સેવા કરવાની મજૂરી આપી હતી. ત્યારેગઈકાલે ત્રણ વર્ષ પુરા થતા ભાવવિભોર સાથે આ હોસ્પિટલમાંથી સેવાનિવૃત્તિ લઈને વિદાય લીધી હતી. તેમની જગ્યાએ ડો.આર.એન.બાખડાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ડો. કાતરિયાએ સરકારી હોસ્પિટલની લોકોમાં રહેલી છાપને ભૂંસી નાખીને દર્દી માટે તારણહાર ઈશ્વરરૂપી ડોકટર જ હોવાની પ્રતીતિ કરાવી હતી. ત્યારે આ હોસ્પિટલમાં ભાવભીની વિદાય લઈને તેમને પોતાની ભાવનાને પત્ર રૂપી વર્ણવી છે તે અહીં પ્રસ્તુત કરી છે.

- text

પરમ સ્નેહીજન,

આજ રોજ ૬. ૪. ૨૦ ના રોજ મારું extension પુરું થયું છે . આપને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર મેં મોરબી છોડી દીધું છે, મોરબી છોડવા નો નિર્ણય મેં તા.૨. ૩. ૨૦ ના રોજ કરી લીધો હતો .મેં કોઈ ને જાણ કરી ના હતી કારણ કે મને મનમાં ડર હતો કે મારી ઉપર દબાણ આવશે અને કદાચ મારા નિર્ણય મા હું મુંજવણ અનુભવું , એટલે મે ૨ વ્ચકતિ ને અગાઉ જાણ કરી હતી.૧. પૂ. ભાસ્કરાનંદ બાપુ અને ૨. ડો . કનુભાઈને અને શરત કરેલી કે ૫. ૪. ૨૦. સુધી કોઈ ને જાણ થવાના દેશો. એ બદલ હું સર્વે પાસે માફી માગું છું. હું મારી કારકિર્દીના લગભગ ૩૬ વર્ષ સુધીમા જે કંઈ મારાથી કામગીરી કરી શક્યો છું .એમાં આપ સર્વેએ મને તન, મન અને ધનથી મદદ કરી છે , સહકાર આપ્યો છે .એ માટે હું આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું અને મારા થી જાણતા કે અજાણતાં વાણી થી કે વર્તનથી આપની કોઈ લાગણી દુઃભાણી હોય કે દુઃખ પહોંચાડ્યુ હોય તો એ માટે આપ સૌ પાસે માફી માગું છું . આશા રાખું કે આપ મને ક્ષમા કરશો.

તેમણે સ્ટાફ માટે લખ્યું છે કે વ્હાલા તમામ સ્ટાફ ભાઇ-બહેનો,

આમ તો મારે આપ સર્વે ને રુબરુમા મળીને વિદાય લેવાની હોય, લેવી જોઈએ. પરંતુ અત્યારે મારા મા એવી હિંમત નથી રહી કે એવી શક્તિ નથી એટલે હું આ પત્ર દ્વારા મારી લાગણીઓ રજૂ કરી રહ્યો છું .

ઘણાં મનોમંથન પછી હું આપ સર્વે પાસેથી વિદાય લઇ રહ્યો છું . કેટલીય વાર મન ડગમગી ગયેલ. પણ આખરે ભગવાન બુધ્ધનું મહાભિનિષ્ક્રમણ મારા ચિત્તમાં આવ્યું કે જેણે રાજપાટ, વૈભવ, પુત્ર, પત્ની સર્વે નો ત્યાગ કેમ કર્યો ? અને હું એક હોસ્પિટલનો મોહ કે આસક્તિ નથી છોડી શકતો ? એટલે આજે હું મોરબી છોડી રહ્યો છું અને આપ સૌ પાસેથી વિદાય લઈ રહ્યો છું. સૌ પ્રથમ તો હું જે કંઈ કામગીરી બજાવી શક્યો છું અથવા તો કાર્ય કરી શક્યો છું તેમાં આપ સર્વે સ્ટાફ ભાઇ -બહેનો નો ખુબજ સાથ સહકાર રહેલો છે. આપના સહકાર કે, મદદ વિના કોઈ કામ શક્ય ન હતું. એ માટે હું આપ સર્વે નો હ્રદયપૂર્વક આભાર માનું છું . આ અગાઉ જાહેરમા હું આ જણાવી ચુક્યો છું કે આપ સૌનો હું ઋણી છું. જે કદાચ આ ભવમાં ચુકવી ના શકાય. અત્યાર સુધીમાં મારાથી વાણીથી કે વર્તનથી આપની કોઇ પણ પ્રકારની લાગણી દુભાણી હોય કે જાણતા કે અજાણતાં આપને દુઃખ પહોંચાડયું હોય તો એ બદલ હું આપ સર્વે પાસે થી હ્રદયપૂર્વક માફી માંગુ છું , ક્ષમા માંગું છું .
૨૫ વર્ષ થી ભીની આંખોથી જીવી રહ્યો છું. આટલું લખતાં પણ આંખ ભીની થઈ ગઈ છે. કંઇ પણ કહેવા કે લખવા અસમર્થ છું .

આપ સર્વે આપના જીવનમાં સુખ -શાંતિ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ, શુભકામના અને પ્રભુ પાસે પ્રાર્થના . . .
છેલ્લે આપ સર્વે મને માફ કરી દેશો એ અપેક્ષા સાથે..


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text