મોરબીના શિક્ષિકાએ ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરવી જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી: સમગ્ર દેશમાં કોરાના કહેર હાહાકાર મચાવી રહ્યું છે. જેના કારણે ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે જરૂરીયાતમંદ લોકોની વ્હારે અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો આવી મદદરૂપ બની રહ્યા છે. મોરબીવાસીઓ બીનજરૂરી ખર્ચ ટાળી શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. પરંતુ હાલ કોરાના કહેર વચ્ચે પણ લોકો પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબો-નિરાધાર, ઝુપડપટ્ટીમાં વસતા લોકો સાથે ઉજવી કપરી પરિસ્થિતિમાં મદદ કરી રહ્યા છે.

- text

જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ સંધના મોરબી જિલ્લા પ્રમુખ હેતલબેન જાદવનો જન્મદિવસ હોવાથી તે તથા તેમના પતિ સરકારી મેડિકલ ઓફિસર ડો. જયકિશન સાથે ઘુનડા રોડ પર આવેલ ઝુપડપટ્ટીમાં જઈને ત્યાંના બાળકોને નાસ્તો કરાવીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી આનંદની અનુભતી કરી હતી. તેમજ ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણીને સાર્થક કરી હતી.

- text