વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં હજારો લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં કોરોના વાયરસની મહામારીના સમયે કોઈ ભૂખ્યું ના રહે તે માટે અન્ન સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર નગરપાલિકા સંચાલિત અન્નપૂર્ણા રથ મારફતે શહેરના સાત વોર્ડના ૨૦,૦૦૦ જેટલા પ્રજાજનો માટે નગર પાલિકા દ્વારા પાલિકા વિસ્તારના તમામ જરૂરિયાતમંદ પ્રજાજનો માટે બુંદી, ગાંઠીયા તથા ગરમ બટાકાશાકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યમાં દરરોજ ૨૦૦૦ કિલો બુંદી, ૧૫૦૦ કિલો ગાંઠીયા તથા ૨૦૦૦ કિલો બટેટાનું શાક બનાવી વાંકાનેર પાલિકાના તમામ સાત વોર્ડમાં લોકડાઉન દરમ્યાન ૨૫ ઓટો રિક્ષા દ્વારા ઘરે ઘરે જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે.

- text

વાંકાનેર નગરપાલિકા દ્વારા માર્કેટ ચોકમાં શ્રી રામ કોમ્પલેક્ષમાં વિશાળ રસોડાનું આયોજન કરેલ છે. જેમાં ગુંદી, ગાંઠિયા અને શાક બનાવી શહેરભરમાં તેને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર આયોજનમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ, યોગેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઈ મહેતા, પુવા ભાજપના સદસ્યો તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

- text