મોરબીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ બાળક સહિત 3 કેસ નોંધાયા

- text


3 માંથી એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : બે રિપોર્ટની જોવાતી રાહ

મોરબી : મોરબી જિલ્લામાં હજુ કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ છેલ્લા 24 કલાકમાં એક નાના બાળક સહિત 3 લોકોમાં કોરોનોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં નાના બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. અન્ય બેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

- text

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે. જે તમામ નેગવટિવ આવ્યા છે. ત્યારે 3 દિવસ કોઈ શંકાસ્પદ કેસ ના નોંધાયા બાદ છેલ્લા 24 કલાકમાં એક નાના બાળક સહિત 3 કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 3 કેસમાં સદભાવના હોસ્પિટલમાં સારવારમાં રહેલા નવ મહિનાના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યા હતા. જે રિપોર્ટ નેગવટિવ આવ્યો હતો. આ બાળકને કોરોના નહીં પણ ન્યુમોનિયા હોવાનું જાહેર થયું હતું. ત્યાં આજે વધુ બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઇ જામનગર રિપોર્ટ માટે મોકલ્યા છે. જે રિપોર્ટ કાલે આવશે. આજે જે બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે તે બંને યુપીના છે અને એક વ્યક્તિ રફાળેશ્વર પાસે અને બીજો પાવરયાળી, જેતપર રોડ પર રહે છે. આ બંને અહીં જ રહે છે. અને કોઈ બહારના પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નથી. હાલ તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text