મોરબીમાં કોરોના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ પર ગેરહાજર કર્મચારીને શો કોઝ નોટિસ

- text


જિલ્લા કલેકટર સમક્ષ ઉપસ્થિત રહીને ખુલાસો આપવાનો આદેશ : કોરોનાની મહામારી દરમિયાન ફરજ ચૂકેલા કર્મચારી સામે કડક કાર્યવાહીનો પ્રથમ કિસ્સો

મોરબી : મોરબીમાં કોરોના સંબંધી બાબતો વિશે ત્વરિત કાર્યવાહી માટે જિલ્લા કક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં જે કર્મચારીને ફરજ સોપવામાં આવી હતી તે ગેરહાજર રહેતા તેને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેને ખુલાસા માટે જિલ્લા કલેકટર સમક્ષ હાજર રહેવાનું ફરમાન પણ કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં કોરોનાના પગલે સરકારની સૂચના મુજબ કલેકટર દ્વારા જિલ્લા કક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાવવામાં આવ્યુ છે. જેમાં તા.27ના રોજ દરરોજ રાત્રીના 10 કલાકથી સવારના 7 સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વર્ગ-3ના કર્મચારી એમ.વી.મકવાણાને ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ તા.29ના રોજ તેઓ રાત્રે 10 કલાકે હાજર ન રહેતા તેઓને 10:15 કલાકે ફોન કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ રાજકોટ હોવાનું કહ્યું હતું. આમ તેઓ કલેકટરના હુકમથી સોપાયેલ ફરજ પર ગેરહાજર રહ્યા હોય તેઓની સામે ફરજમોકૂફીના પગલાં સાથો સાથ તેઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાના પગલા કેમ ના લેવા તે અંગે શો કોઝ નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેઓને આ બધા હુકમ શા માટે ઇસ્યુ ન કરવા તે માટે જિલ્લા કલેકટર સમક્ષ ઉપસ્થિત રહેવા માટે નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text