મોરબીમાં જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારતી તમામ સંસ્થાઓને સાથે મળીને સંકલનથી કામ કરવાનું આહવાન

- text


 

લોકડાઉનની વિકટ સ્થિતિમાં એકને એક સ્થળે એકથી વધુ સંસ્થા પહોંચે નહિ અને સેવાયજ્ઞને વધુ અસરકારક બને તે માટે સેવાકીય સંસ્થાઓને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નિર્મિત કક્કડ : 9998880588 ને મેસેજ કરે

મોરબી : હાલ કોરોનાના પગલે થયેલા લોક ડાઉનના પગલે મોરબીના અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો જરૂરીયાતમંદોની વ્હારે આવી રહ્યા છે. ત્યારે આ તમામ સંસ્થાઓ જો સાથે મળીને સંકલનથી કામગીરી કરે તો સેવાયજ્ઞને વધુ અસરકારક બનાવીને વધુ સંખ્યામાં જરૂરીયાતમંદોને લાભ આપી શકાય તેમ છે. માટે જરૂરિયાતમંદોને જીવન જરૂરીયાત વસ્તુઓ પહોંચાડતી સેવાકીય સંસ્થાઓ તેમજ સેવાભાવી આગેવાનોનું એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તેમાં જોડાવા માટે સંસ્થાઓ તથા આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસને નાથવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનમાં રોજે રોજનું કમાઈને ખાતા લોકોને ભૂખ્યા સુવાનો વારો ન આવે તે માટે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર, માનવ સેવા ગ્રુપ, શક્તિ ચોક ગરબી મંડળ સહિતની અનેક સંસ્થાઓ આગળ આવી છે અને જરૂરિયાતમંદો માટે રાશનકીટ અને જમવાનું પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. હાલ આવી અનેક સંસ્થા અને આગેવાનો મોરબી શહેર અને જિલ્લામાં અનેક સેવાકીય સંસ્થાઓ ગરીબ લોકોને વ્હારે આવી છે.

- text

ત્યારે મોરબીની મુખ્ય સેવાભાવિ સંસ્થાના આગેવાનોએ કહ્યું હતું કે હાલ મોરબીમાં વિકટ પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ અને આગેવાનો સેવા યજ્ઞ ચલાવીને ભુખ્યાઓની જઠરાગ્નિ ઠારવાની માનવતાવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જે ધન્યવાદને પાત્ર છે. પરંતુ આ સેવા યજ્ઞને સફળ, અસરકારક અને વધુ વિસ્તૃત બનાવવા માટે તમામ સંસ્થાઓએ તેમજ આગેવાનોએ સંકલનમાં રહીને સેવાકાર્ય કરવું પડશે. કારણકે કોઈ એક સંસ્થા જે વિસ્તારમાં સેવાકાર્ય માટે ગઈ હોય તેજ વિસ્તારમાં થોડી વાર પછી જ બીજી સંસ્થા જશે તો આયોજનના અભાવે વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચી શકાશે નહિ. માટે તમામ સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી આગેવાનો જે ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે કાર્યરત છે તેઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં જોડાઈને તમામ સંસ્થાઓ અને આગેવાનોને સંકલનથી સેવાયજ્ઞ ચલાવવાનું આહવાન કરવામાં આવે છે.

સેવાભાવી સંસ્થાના આગેવાનોએ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા નિર્મિત કક્કડ : 9998880588 મોબાઈલ ઉપર વોટ્સએપ કરવા અપીલ કરાઈ છે.

- text