મોરબી : સેવા કાર્યો માટે સંસ્થાના એકાકીકરણ તથા સરકારી ઓફિસરની નિમણુંક કરવા રજૂઆત

- text


મોરબી : મોરબીના એક જાગૃત નાગરિક દ્વારા સેવાકીય સંસ્થાના એકાકીકરણ તથા સરકારી ઓફિસરની નિમણુંક કરવા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને રજુઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર વાયરસની દહેશતના પગલે આખું મોરબી લોક ડાઉન છે. જેનું સમર્થન કરવામાં આવે છે. મોરબીના માણસો એકદમ દયાળુ અને સેવાકીય છે એ વાત સારી છે પણ એક બાજુ એ વાતની ચિંતા સતાવે છે. કે જે રીતે લોકો નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે. તેમની સલામતીની જવાબદારી એક પ્રશ્ન સ્વરૂપે રહે છે. સેવા કરવી એક સારી બાબત છે પણ સલામતી જાળવવી એ એનાથી પણ મહત્વની બાબત છે. અમુક લોકો પોલીસને ચા પીવડાવવા બહાર નીકળે છે તો અમુક માસ્કનું વિતરણ કરવા, જયારે અમુક લોકો મીડિયામાં ફેમસ થવા માટે બહાર નીકળે છે. આ સમસ્યાને લીધે ગરીબોની સેવાને બદલે એની ઉપર જોખમ વધી ના જાય એની ચિંતા કરવાની જરૂર છે.

- text

જે માટે રજુઆતમાં નીચે મુજબના સૂચન કરવામાં આવેલ છે.

  • મોરબીની અલગ અલગ 50-60 સંસ્થામાંથી માત્ર અને વધુમાં વધુ 2-3 સંસ્થાને મંજૂરી આપવી બાકી બધી સંસ્થા જે કાંઈ દાન કે સેવા કરવી હોય એ અન્ય સંસ્થાને આપી શકે છે.
  • એ મંજુર કરેલી 2-3 સંસ્થાના મોનીટરીંગ કરવા એક મેડિકલ ઓફિસર અને પોલીસ ઓફિસરની નિમણુંક કરવી.
  • અન્ન તેમજ ભોજન વિતરણના ટાઈમ નક્કી કરવા.
  • પોલીસ સ્ટાફ જે ડ્યુટી પર છે. એમને ટાઈમસર નાસ્તા-પાણીની વ્યવસ્થા ઉભી કરવી. જેથી, લોકો ચા પીવડાવાના ના બહાને આંટા મારવા ના નીકળે
  • જે પણ સેવાકીય સંસ્થા નક્કી થાય એમને માફ અને સેનેટાઇઝ કરી જ ડિસ્ટ્રીબ્યુશન કરવા જાય એની તકેદારી રાખવી.

- text