હળવદ : દેવીપુર ગામે ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ

- text


વીજ વાયરનો તણખો ઝરતા ખેતરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામેં વીજ લાઈનમાંથી તણખો ઝરીને ખેતરમાં પડતા પાચ વીઘા જમીનમાં વાવેલા ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. આ અકસ્માતથી ખેડૂતની મહિનાઓની મહેનત માથે પાણી ફરી વળતા ખેડૂતને ભારે આઘાત લાગ્યો છે.

દેવીપુર ગામના રહેવાસી અંબારામભાઈ પ્રભુભાઈ પટેલએ પોતાના પાંચ વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. જે પાક તૈયાર થવા પર હોય જે દરમિયાન તેના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થયો હતો. આગ લાગ્યાની અન્ય ખેડૂતને જાણ થતા તેણે અંબારામભાઈ જાણ કરી હતી તેમજ આગ ક્યાં કારણોસર લાગી, તે હાલ ચોક્કસ પણે પુરવાર થઇ શક્યું નથી. પરંતુ ખેતર નજીકથી વીજ લાઈન પસાર થતી હોય આ લાઈનમાંથી તણખો ઝરતા આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખેડૂતે આ અંગે પોલીસ મથકે બનાવની જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

જો કે હળવદ તાલુકા સહિત જિલ્લાભરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમુક જગ્યા ઉપર તો વરસાદના છાંટા પણ પડયા છે. સાથે જ સવારથી જ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ખાસ કરીને વાતાવરણ ધૂંળીયુ બની ગયું છે ત્યારે વીજવાયરનો તણખો પડતાં આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

- text