મોરબીમાં વધુ એક યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


મંગળવારે બે અને આજે એક મળીને કુલ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા

મોરબી : મોરબીમાં વધુ એક યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હોવાની વિગતો બહાર આવી છે. જેમાં સર્વે દરમ્યાન આ યુવાનને કોરોનાના લક્ષણો દેખાતા આઇસોલેટેડ વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મંગળવારે બે અને આજે એક મળીને કુલ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.

મોરબીમાં ગઈકાલે મંગળવારે બે કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં આઇસોલશેન વોર્ડમાં દાખલ છે અને હજુ આ બન્નેના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે હાલમાં મોરબીમાં કોરોનાનો ત્રીજો શંકાસ્પદ કેસ નોંધાયો હોવાનું જાણવા મળે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાલ સર્વે ચાલી રહ્યો છે. આ સર્વે દરમિયાન મોરબીના વધુ એક યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાનના બ્લડ અને યુરિન સેમ્પલ લઇને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા છે. આ સાથે કોરોનાના હાલ ત્રણ શંકાસ્પદ કેસ થયા છે અને આજ સાંજ સુધીમાં ત્રણેયના રિપોર્ટ આવી જવાની શકયતા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text