મોરબી : 21 દિવસના લોકડાઉન વચ્ચે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે અસરકારક વ્યવસ્થા

- text


અનાજ કરિયાણાની દુકાનોના માલિકોએ સાવચેતી રાખી અને ખોટી ભીડ ન થાય તે માટે પોલીસે લોકોને થોડા-થોડા અંતરે રાખીને સુંદર વ્યવસ્થા ગોઠવી

મોરબી : વડાપ્રધાન મોદીએ કોરોનાની લડાઈ માટે સખત પગલાં લઈને ગઈકાલે રાતના 12 વાગ્યા પછી 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે મોરબીમાં 21 દિવસના આ લોકડાઉન વચ્ચે આજે સવારે જ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બજારોમાં ઉમટી પડ્યા હતા ત્યારે અનાજ કરીયણાની દુકાનોમાં લોકોની ખોટી ભીડ ન થાય અને કોરોના સંક્રમિત ન થાય તે માટે દુકાનોના માલિકોએ પણ ખાસ સાવચેતી રાખીને પોલીસે પણ અસરકારક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

ગુજરાત સરકારે અગાઉ કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ઘરબંધી એક જ વિકલ્પ હોવાનું જણાવીને 31 માર્ચ સુધીનું લોકડાઉન જાહેર કર્યું હતું. દેશભરમાં કોરોના ઝડપભેર ફેલાતો હોવાથી સમગ્ર દેશવાસીઓની સલામતી માટે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉન લાગુ કર્યું હતું.જોકે સરકારે ગાઈ વગાડીને જાહેર કર્યું હતું કે લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કોઈ અછત સર્જાશે નહિ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ રાબેતા મુજબ જોઈએ તેટલા પ્રમાણમાં લોકોને મળતી રહેશે. આમ છતાં લોકોને ખોટી માન્યતા ઘર કરી ગઈ હોવાથી લોકોની જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ભીડ ઉમટી રહી છે.

- text

ત્યારે મોરબી આજથી 21 દિવસના લોકડાઉન વચ્ચે બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદીવા માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે અનાજ કરિયાણા વાળાઓ અને પોલીસ તકેદારીના પગલાં લીધા હતા. પોલીસે લોકોના એક એક મીટરના અંતરે ગોળ ચકરડા કર્યા હતા. જે વસ્તુ લેવા આવે તે લોકો ખોટા ભેગા ન થાય અને એક પછી એક એમ લોકોનો લાઈનસર વારો લેવાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.

- text