હળવદમાં લોકડાઉન દરમિયાન બિનજરૂરી કામે નીકળેલા 26 વાહન ચાલકો સામે કાર્યવાહી

- text


હળવદ પોલીસે લોકડાઉનમાં પણ બિનજરૂરી કામે નીકળેલા લોકો ઉપર તવાઈ ઉતારી 8 વાહનોને ડિટેઇન કરી 18 વાહન ચાલકોને મેમો ફટકાર્યા

હળવદ : રાજ્યભરની સાથે આજે હળવદ શહેરમાં લોકડાઉન જાહેર થયું હતું.આથી હળવદ પોલીસે પણ લોકડાઉનની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને હળવદમાંથી લોકો બહાર ન જાય અને બહારથી કોઈ શહેરમાં ન વે તે માટે શહેરના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટને સિલ કરી દીધા હતા.હળવદના પીઆઇ સંદીપ ખાંભલા સહિતના પોલીસ સ્ટાફે લોકડાઉનનું કડકપણે પાલન કરવા શહેરમાં ઠેરઠેર બંદોબસ્ત ગોઠવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.જોકે લોકડાઉન હોવા છતાં કેટલાક લોકોની બિનજરૂરી અવરજવર ચાલુ રહી હતી.આથી પોલીસે આવા લોકો સામે કલેકટરના જાહેરનામા પ્રમાણે કડક કાર્યવાહી કરી હતી.

- text

હળવદના પોઇન્ટ ઉપર આજે લોકડાઉનનો કડકપણે અમલ કરાવવા માટે હળવદ પોલીસે સ્ટાફે સઘન ચેકિંગ કરીને જરૂરી કામે નીકળતા લોકોને જવા દીધા હતા.જ્યારે કેટલાક લોકો વાહનો લઈને લોકડાઉનની કેવી સ્થિતિ છે તે જાણવા માટે લટાર મારવા નીકળ્યા હતા.અને બિનજરૂરી કામે નીકળેલા લોકો સામે પોલીસે પણ સખત હાથે કાર્યવાહી કરી હતી.જેમાં હળવદ પોલીસે બિનજરૂરી કામ નીકળેલા લોકોના 8 વાહનો ડિટેઇન કર્યા હતા અને 18 વાહન ચાલકોને દંડ ફટકર્યો હતો.હજુ 31 માર્ચ સુધી લોકડાઉન છે તેથી હળવદ પોલીસ લોકોને અપીલ કરી છે કે ,લોકડાઉન દરમિયાન જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર નીકળવું નહિ અને જો બિનજરૂરી કામે કોઈ નીકળશે તો હજુ પણ એ લોકો સામે સખત હાથે કામ લેવાશે.

- text