મોરબી : રાજસ્થાનથી આવેલા શ્રમિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


શ્રમિકને સિવિલના આઇસોલેશન વોર્ડમાં ભરતી કરી સેમ્પલ લેબમાં મોકલ્યા : મંગળવારે કુલ 2 કેસ શંકાસ્પદ નોંધાયા

મોરબી : મોરબીમાં રાજસ્થાનથી આવેલા શ્રમિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.આમ આજે મોરબીમાં કોરોનાના કુલ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ બન્નેના રિપોર્ટ આવતીકાલે આવવાના છે.

- text

મોરબીમાં એક પછી એક કોરોનાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. જો કે સદનસીબે હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા ચાર શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં આજે સવારે એક મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં આજે સાંજે ફરી એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ડો. સરડવાના જણાવ્યા મુજબ શંકાસ્પદ દર્દી લખધીરપુર રોડ ઉપર આવેલ એક કારખાનામાં કામ કરતો હતો. જે ગત તા.4નાં રોજ રાજસ્થાનથી આવેલ હતો. તેના સેમ્પલ લઈને જામનગર ખાતે મોકલી આપવામાં આવશે. આવતીકાલે બન્ને કેસોના રિપોર્ટ આવશે.

- text